ડૉ. હાર્દિક સંઘાણી, ડૉ. જીગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, ડો સંઘાણીની પત્ની સ્કીન ડોક્ટરે ડેન્ગ્યુની સારવાર કરી હતી અને મોતને લઇ રિપોર્ટમાં ડૉક્ટરોની બેદરકારી સામે આવી છે, ફરિયાદીના પુત્રનું ડેન્ગ્યુની બિમારીથી મોત થયું હતું. શહેરના પેડક રોડ પરના વિસ્તારમાં રહેતા યુવકને તાવ આવતો જાણીતા તબીબ પાસેથી બે દિવસની દવા લીધા બાદ રીપોર્ટ કરાવતા તેમાં ડેગ્યુ થયાનું જાણવા મળેલ જેથી પુત્રને સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કરતા બે તબીબે તેની સારવારમાં દાખવી બાદ પરિવારને જાણ કર્યા વિના જ યુવકને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડયો હતો.
ફેમીલી તબીબ પાસેથી બે દિવસની દવા લીધી હતી
જયાં ચાલુ સારવારમાં મોત નિપજયું હતું.આમ તબીબોબે સારવાર દરમ્યાન બેદરકારી દાખવી હોવાનો પીડીયુના તબીબી અધિક્ષકે અભિપ્રાય આપતા પોલીસે ગુનો નોંધ્યો છે. પેડક રોડ પર સેટેલાઈટ ચોકમાં આવેલ સેટેલાઈટ શેરી નં ૧માં રહેતા ચાંદનીબેન સુભાષભાઈ રેણપરાએ બી ડીવીઝન પોલીસમાં ડો.હાર્દીક સંધાણી અને ડો.જીજ્ઞેશ પટેલ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.૧૮/૯/૨૫ના મારા પુત્ર જય ઉ.૨૮ને તાવ આવતો હોય તેમજ માથુ દુખતુ હોય જેથી ફેમીલી તબીબ પાસેથી બે દિવસની દવા લીધી હતી.
તબીયત ક્રીટીકલ છે પ્લેટલેટ કાઉન્ટ 28 હજાર આવ્યા હતા
બાદ તેના કહ્યા મુજબ લોહીનો રીપોર્ટ કરાવતા ડેન્ગ્યુની અસર થયાનું માલૂમ પડતા તુરંત કુવાડવા રોડ પરની સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં પુત્રને દાખલ કર્યો હતો.ત્યાં ડો.સંધાણીએ પ્લેટ ચડાવવાની વાત કરેલ હતી અને સારવાર હેઠળ રખાયો હતો.બીજા દિવસે તબીબે રીપોર્ટ તપાસી કહ્યું કે તમારા પુત્રને સારૂ છે. બાદ થોડીવાર પછી પુત્રની તબીયત એકાએક લથડતા તબીબ હાજર ન હતા.જેથી તેના પત્ની જે સ્કિનના તબીબ હોય તેને પુત્રની સારવાર કરેલ બાદ તબીબે આવી પુત્રનું ચેકઅપ કરી કહ્યું કે, આગળની સારવાર વોકહાર્ટના તબીબે જીજ્ઞેશ પટેલ કરશે. કહી તેણે પણ પુત્રના રિપોર્ટ તપાસી કહ્યું કે, તેની તબીયત ક્રીટીકલ છે પ્લેટલેટ કાઉન્ટ ૨૮૦૦૦ આવેલ છે.









