સમગ્ર દેશમાં UGCને લઈને વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રાજકોટમાં આ મુદ્દે સવર્ણ સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતાં. સવર્ણ સમાજે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. આ બેઠકમાં સમાજના ઉત્કર્ષ માટે ચર્ચાઓ કરાઈ હતી. સવર્ણ સમાજે વિવિધ પ્રશ્નો મુદ્દે ગંભીર ચર્ચાઓ કરી હતી. 109 જ્ઞાતિઓને બિન અનામત જાહેર કરવામાં આવી છે.
રાજકોટમાં સવર્ણ સમાજની બેઠક
UGCના વિરોધને લઈને રાજકોટમાં નાગર બોર્ડિંગ ખાતે સવર્ણ સમાજની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદાર,બ્રાહ્મણ અને ક્ષત્રિય,લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પાટીદાર નેતા દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુકલ અને ક્ષત્રિય સમાજના અગ્રણી ટીકુભા જાડેજા સહિતના અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતાં. આ બેઠકમાં ચર્ચાઓ કર્યા બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
