રાજકોટ DEO દ્વારા 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરાઇ છે અને તપાસ કમિટી રિપોર્ટના આધારે સ્કૂલ સામે પગલાં ભરશે, સાસણગીરમાં સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું મોત થયું હતું.


રાજકોટની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત થયાનો મામલો

સાસણના ગીર ગેટવે રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું અને સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના લીધે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો, આ સમગ્ર ઘટનાને લઈને ડીઈઓ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને ત્રણ સભ્યોની તપાસ કમિટીના રિપોર્ટના આધારે સ્કૂલ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

પરિપત્રનું પાલન થયું કે નહીં?

આ ઘટનાએ શાળાઓની પ્રવાસ આયોજનની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. DEOએ વધુમાં જણાવ્યું હતું કે, આ કિસ્સામાં ક્યાં ખામી રહી ગઈ છે તેની તપાસ કરવામાં આવશે અને જો બેદરકારી સાબિત થશે તો શાળા સંચાલકો દંડ કે શિક્ષાત્મક પગલાંથી બચી શકશે નહીં. આ દુર્ઘટના બાદ રાજકોટની તમામ શાળાઓને પ્રવાસ દરમિયાન વધુ તકેદારી રાખવા અને વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે સહેજ પણ બાંધછોડ ન કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. તપાસના અંતે કસૂરવારો સામે પગલાં લેવાની ખાતરી આપતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.


આ પણ વાંચો : Kutch News : કચ્છના અબડાસામાં 10 વિસ્ફોટક ગોળા સાથે 2 ઝડપાયા, ઘઉંના લોટમાં વિસ્ફોટક પદાર્થ ભરીને બનાવ્યા હતા ગોળા


 

  • Follow us on: