ફોરેન્સિક ટીમ દ્વારા જીત પાબારીના બેડરુમની તપાસ કરાઈ છે, જીતે બેડરુમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો અને જીત પાબારીના ફોનની પણ પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે, બે મહિનાથી જીત ડિપ્રેશનમાં હોવાની પ્રાથમિક માહિતી છે અને માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


[[$googlead]]

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારીના આપઘાતનો મામલો

માલવિયા નગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને ફોરેન્સિકની ટીમને સાથે રાખીને આજરોજ બેડરૂમમાં તપાસ હાથ ધરવામાં આવશે. જીત પાબારી દ્વારા પોતાના બેડરૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો હતો અને જીત પાબારીના ફોનની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે છેલ્લા બે મહિનાથી જીત ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ક્યાં કારણોસર જીત દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરાયું હતું તેવો મંગતેરનો આક્ષેપ

મંગેતરે આરોપ લગાવ્યો હતો કે, લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરાયું હતું. સ્થાનિકો અને પરિજનોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી જીત પાબારી પરેશાન હતો. દુષ્કર્મની ફરિયાદ બાદથી જીત અને તેના પરિવારજનો સોશિયલ રીતે અલગ રહેતા હતા. માલવિયા નગર પોલીસ હાલમાં આગળની તપાસ કરી રહી છે.

[[$alsoread]]

આ પણ વાંચો : Botad News : બોટાદમાં સભા, સરઘસ, રેલી, ઉપવાસ વગર પરવાનગીએ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ



  • Follow us on: