DyCM સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરશે ઉધોગકારો અને યોગ્ય નિર્ણય નહીં થાય તો શટડાઉન જેવી સ્થિતિનું સર્જન થશે, માર્ચ એન્ડિંગમાં ઉદ્યોગો બંધ થવાની દહેશત સામે આવી છે અને 2000 પૈકી 600 યુનિટમાં ગેસનો થાય છે વપરાશ, ડિફેન્સના મહત્વના ઓર્ડર અટકી જવાની આશંકા પણ સેવાઈ રહી છે.

શાપર વેરાવળ ઉધોગકારોનું પ્રતિનિધિ મંડળ આજે સરકારને મળશે

ઉદ્યોગમાં ગેસ કાપ મુદ્દે મળશે ઉધોગકારો આજે સરકારને મળશે અને યોગ્ય નિર્ણય નહીં આવે તો શર્ટડાઉન કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ગેસ કાપથી અનેક ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે અને શાપર વેરાવળના 2000 પૈકી 600 જેટલા યુનિટમાં ગેસનો વપરાશ થાય છે. કાસ્ટીંગ,ફોર્જીંગ,હીટ ટ્રિટર્સ ઉધોગમાં સીધી અસર પડશે અને માર્ચ એન્ડિંગ સાથે પેન્ડિંગ ઓર્ડર પૂરા કરવાના સમયે જ ગેસ બંધ થતા ઉધોગોને મોટો ફટકો પડ્યો છે.

ધારાસભ્ય રમેશ ટીલાળા આગેવાનીમાં રજૂઆત કરવા જશે ઉધોગકારો

નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલને પ્રતિનિધિ મંડળ મળશે અને અલગ અલગ માગ સાથે રજૂઆત કરવામાં આવશે જેમાં 50 ટકા ઉપર ત્રણ ગણો ભાવ વધુ લેવાની વાત છે તેમાં પણ રાહત આપે તેવી માગ ઉધોગકારોએ કરી છે, શાપર વેરાવળ મોટાભાગના ઉદ્યોગ ડિફેન્સ સાથે પણ જોડાયેલા છે.


આ પણ વાંચો : Gandhinagar News : રૂ.500 કરોડના ખર્ચે અમદાવાદ બનશે ઓલિમ્પિક રેડી સિટી, રમતગમત વિભાગ માટે રૂ.2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ