રાજકોટમાં આજે ૧૦મી જાન્યુઆરીના રોજ રેસકોર્સ મેદાન ખાતે સવારે વાગ્યાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થશે. જેમાં દેશ-વિદેશના મળી કુલ ૧૩૫ જેટલા પતંગબાજો ભાગ લેશે. જેના પગલે ઉતરાયણ પહેલા જ રાજકોટનું આભ રંગબેરંગી પતંગોથી ઝગમગી ઉઠશે. આ પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દહસ્તે કરવામાં આવશે.


પતંગોને ઉડાવી રાજકોટના આકાશને રંગોથી ઝગમગાવશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, RMC કમિશનર તુષાર સુમેરાની એક સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતું કે, આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે આજે શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજન કર્યું છે.

કાર્યક્રમનો શુભારંભ ગુજરાતના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દહસ્તે કરવામાં આવશે

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ઓસ્ટ્રેલીયા, બ્રાઝિલ, કોલમ્બિયા, ડેનમાર્ક, સિંગાપોર, થાઈલેન્ડ, સ્વીડન, યુનાઈટેડ કિંગડમ જેવા કુલ-૨૧ દેશો તથા ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઉડીશા, તામિલનાડુ, સિક્કિમ, વેસ્ટ બેંગાલ જેવા વિવિધ રાજ્યો સહિત ૧૩૫ થી વધુ પતંગબાજો ભાગ લેશે. આ તમામ પતંગબાજો અવનવી પતંગોને ઉડાવી રાજકોટના આકાશને રંગોથી ઝગમગાવશે.



  • Follow us on: