જામજોધપુર ભાજપ શહેર મંત્રીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પીને આપગાત કર્યો છે, જામજોધપુર ભાજપના મંત્રી પરેશ મગનભાઈ બકોરી કર્યો આપધાત, જામજોધપુર ટાઉનમાં ખરાવાડ નજીક પંચવટી નગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા પરેશ મગનભાઈ બકોરી નામના 52 વર્ષના વેપારીએ તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું છે.


જામજોધપુર પોલીસે તપાસ હાથધરી

ભાજપ જામજોધપુર શહેર મહામંત્રીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા જામજોધપુરના રાજકીય વર્તુળમાં ચકચાર સાથે શોકની લાગણી વ્યાપી છે. જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં વેપારી પેઢી ધરાવતા પરેશભાઈ મગનલાલ બકોરી (ઉ.વ.-૫૨) એ તારીખ ૨૯ મી નવેમ્બરની રાત્રે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેનું મૃત્યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે પરિવારની પણ પૂછપરછ કરી

પોલીસમાં જાહેર થયા મુજબ આત્મહત્યા કરનારા પરેશભાઈએ કોઈ સ્યૂસાઈડ નોટ કે પોતાના મોબાઈલમાં કે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આત્મહત્યાનું કારણ દર્શાવતી કોઈ વિગતો મુકી નથી. પોલીસ દ્વારા મૃતકના બહેન પ્રફુલ્લાબેન દીપકભાઈ કનેરીયાનું નિવેદન લઈ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના પ્રતિષ્ઠિત વેપારીની છાપ ધરાવતા બે પુત્રીઓના પિતા એવા ભાજપાના મહામંત્રીના અચાનક આપઘાતનું પગલું ભરવાના આ બનાવથી રાજકીય વર્તુળ, પટેલ સામાજમાં શોકની લાગણી વ્યાપી છે.

આ પણ વાંચો : Ahmedabad News : ચાઇનીઝ ગેંગને સીમકાર્ડ આપતો મુખ્ય સાગરિત ઝડપાયો, 1500થી વધુ સીમ કાર્ડ કમ્બોડિયા મોકલતો હતો



  • Follow us on: