રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે, જેમાં રાત્રીના સમયે ડોકટર આરામ ફરમાવી રહ્યાં છે અને દર્દીના સબંધી તેમને સારવાર માટે કહી રહ્યાં છે, દર્દીઓના સગાએ ડોક્ટરને જગાડી સારવાર માટે કહ્યું, ત્યારબાદ ડોકટર સાહેબ જાગે છે અને સારવાર માટે કામ ચાલુ કરે છે, રાત્રિ ડ્યુટીના ડોક્ટર અનેક વખત આવ્યા છે વિવાદમાં.
રાજકોટ સિવિલમાં ડોક્ટરનો આરામ ફરમાવતો વીડિયો થયો વાયરલ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં અને રાજકોટ સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો થયો વાયરલ જેમાં સિવિલ હોસ્પિટલમાં દર્દી સારવાર માટે આવે અને ડોક્ટરો આરામ ફરમાવતા જોવા મળ્યા છે, દર્દીઓ સગા દ્વારા ડોક્ટર ને જગાડી સારવાર આપવા જણાવ્યું છે, જોકે ત્યારે પણ ડોક્ટર ઉંઘમાં ફાઇલ લઈ વાંચતા જોવા મળ્યા છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આ ડોકટર સામે કાર્યવાહી કરશે કે પછી ઢીલું મૂકી દેશે તે જોવાનું રહ્યું.
સરકારી હોસ્પિટલના ડોકટરો રાત્રિના સમયે આરામ કરતા હોય છે કે શું !
આવી ઘણી સરકારી હોસ્પિટલો ગુજરાતમાં આવેલી છે અને દર્દીઓ રાત્રે પણ સારવાર લેવા માટે આવતા હોય છે, ત્યારે મનમાં સવાલ એ થાય છે કે, શું ઘણી બધી સરકારી હોસ્પિટલમાં આવી જ સ્થિતિ હશે ! હોસ્પિટલના સત્તાધીશો કયારેક નાઈટમાં પણ રાઉન્ડ મારે તે જરૂરી બન્યું છે, કેમકે તેમને પણ ખબર પડશે કે તેમની જ હોસ્પિટલના ડોકટરો આરામ કરી રહ્યાં છે કે પછી કામમાં ગુલ્લી.









