રાજકોટનાઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામે આવેલ કેરીયા ટીંબા હનુમાનજી મંદિરના મહંત દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની જાણ બહાર સત્ય સનાતન નામના whatsapp ગ્રુપમાં જોડાયેલા આ મહંત ગ્રુપની અંદર જોડાયેલા હતા ત્યારે ગ્રુપમાં સનાતન દેવી દેવતાઓનું અપમાન કરે છે કે ધર્મ અને નુકસાન થાય તેવું કોઈ કાર્ય કરે તેવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પૈસા ભેગા કરતા હોય તે ગ્રુપમાં જોડાયેલા હતા ત્યારે મંદિરના મહંત આ ગ્રુપમાંથી નીકળી જતા તેમને ફોન ઉપર બળજબરીથી પૈસા કઢાવવા માટે અને જાહેર અપમાનિત કરવા માટે youtube ઉપર અને ફોન ઉપર અવારનવાર પૈસાની માંગણી કરી ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે અજાણ્યા શખ્સ સામે નોંધ્યો ગુનો

આ મામલે પાટણવાવ પોલીસે બી.એન.એસ. કલમ 308(4), તથા 351(2),352 તથા આઇ.ટી.એકટ કલમ 67 મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવ ગામના મેરામણભાઇ ખીમાભાઈ નંદાણીયા સામે ગુનો દાખલ કરી આ મામલે વધુ પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ત્યારે આ બાબતની તપાસ હાલ પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌહાણ ચલાવી રહ્યા છે.