પરિચિત સાથે ઘટનાસ્થળે પહોંચ્યાનું પોલીસને અનુમાન છે અને મહિલાનો ફોન કેમ ઘરમાં મળ્યો તે સૌથી મોટો સવાલ છે, પાણીપુરીની લારીથી અવાવરું સ્થળે કેમ ગઈ તેને લઈ તપાસ ચાલી રહી છે, અવાવરું સ્થળે કોની સાથે ગયા એ પણ પોલીસ તપાસ કરી રહી છે, મૃતક ઘરેથી નીકળી હોય તેવા CCTV આવ્યા હતા સામે.


[[$googlead]]

પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા ફોરેન્સિકની મદદ લીધી

રાજકોટમાં ગુનાખોરી વધી હોય તેમ વધુ એક મહિલાની હત્યા થઈ છે. ભગવતી પરા નજીક બેડી ચોકડી પાસે કોપર ગ્રીન વિલામાં રહેતી મહિલા શનીવારે સાંજે ઘેરથી પાણીપુરી ખાવા નિકળ્યા બાદ લાપતા મહિલાની તેના ઘેર નજીક અવાવરૂ જગ્યા પર કાન,નાક પર છરીના ઘા તેમજ માથુ છુંદેલી હાલતમાં લાશ મળી આવતા વિસતારમાં ગભરાટ વ્યાપી ગયો છે.બનાવની જાણ થતા પોલીસ કમીશનર સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરતા મહિલાના દાગીના ગાયબ હોય પોલીસે લુંટના ઈરાદે હત્યા થયાની શંકાએ તપાસ હાથ ધરી છે.

પતિએ પણ પત્નીની શોધખોળ શરૂ કરી હતી

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભગવતી પરા નજીક બેડી ચોકડી પાસેના કોપર ગ્રીન વિલામાં રહેતા સ્નેહાબેન દિનેશભાઈ આસોડીયા (ઉ.૩૩) શનીવારે સાંજે તેના પતિને ફોન કરી પાણીપુરી ખાવા જવાનુ અને તેને ઘેર આવતી વેળાએ રસ્તા પરથી તેડી જવાની વાત કરી હતી. બાદમાં તેના પતિ ઘેર આવવા નિકળ્યા હતા પરંતુ રસ્તામાં પત્ની નહી મળતા ઘરે ચાલી ગયાની શંકાએ ઘરે આવ્યા હતા. પરંતુ ઘેર લાઈટો ચાલુ હોય અને પત્નીનો મોબાઈલ પણ ચાર્જમાં પડયો હતો જેથી તેને ફોન કરી પરીવારને જાણ કરી શોધખોળ કરી હતી.

[[$alsoread]]

કોપર ગ્રીન વિલા નજીક પત્નીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

દરમ્યાન સવારે કોપર ગ્રીન વિલા નજીક અવાવરૂ સ્થળ પર સ્નેહાબેનને માથામા તિક્ષણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મહિલા ત્રણ બહેનો અને એક ભાઈમાં વચેટ હોવાનુ અને તેના ત્રણ વર્ષ પુર્વે ગ્રીનલેન્ડ ચોકડી પાસે લુહારી કામનુ કારખાનુ ચલાવતા હિતેશભાઈ સાથે લગ્ન થયા હતા અને તેને સંતાનમાં બે વર્ષનો પુત્ર હોવાનુ પરીવારે જણાવ્યુ હતું.

આ પણ વાંચો : Surat News : સુરત ટેક્સટાઇલ માર્કેટની 22 દુકાન સીલ, વેપારીઓએ લીઝના નાણાં જમા ન કરાવતા કાર્યવાહી


  • Follow us on: