એક જ દિવસમાં 1500થી વધુ ઇન્ડક્શનનું વેચાણ થયું છે અને રુ. 1500થી 2200માં વેચાઈ રહ્યા છે ઇન્ડક્શન, ઘણા લોકો કરી રહ્યા છે ઇન્ડક્શનની કાળા બજારી અને ઇન્ડક્શનના MRPથી વધુ રૂપિયા વસૂલે છે. કેટલાક સ્થળોએ ગેસ સિલિન્ડરને ઢાંકીને અથવા છુપાવીને રાખવાનો પ્રયાસ પણ કરતા જોવા મળે છે. તેમ છતાં ગેસની અછતને કારણે આ સ્થિતિ લાંબા સમય સુધી છુપાવી રાખવી મુશ્કેલ બની રહી છે.
અમુક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓમાં કૃત્રિમ ભાવ વધારો કરી દીધો છે
એલપીજીની સપ્લાય ચેઇનમાં અછત સર્જાશે તેવી ભામક વાતો વહેતી થતાં ગુરુવારે પણ લોકોએ ગેસ ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં ધોમધકતા તાપમાં લાઈનો લગાવી હતી. શહેરમાં કોમર્શિયલ ગેસની સપ્લાય ચેઇન બંધ કરી દેતા ખાણી-પાણી વ્યવસાય સાથે જોડાયેલા અમુક વેપારીઓએ ઘરેલું સિલિન્ડરનો બેફામ ઉપયોગ શરૂ કરી દેતાં, તેમજ પેનિક રિએક્શનને કારણે લોકો ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કરતાં ડરનું વાતાવરણ સર્જાયું છે. પરિણામે, અમુક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓમાં કૃત્રિમ ભાવ વધારો કરી દીધો છે.













