રાજકોટમાં મચ્છરની ઉત્પત્તિનું કારણ જળકુંભી બની છે, બેડી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે અને જળકુંભી કાઢવાના મશીનો બંધ હાલતમાં છે, મશીનોની ચારે તરફ જળકુંભી ફેલાઈ ગઈ છે અને કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક પૂરો થયો હોવાથી મશીનો બંધ હાલતમાં છે અને જળકુંભી નદીમાં વધી રહી છે.

રંગીલા રાજકોટમાં મચ્છરોનો ભયંકર ત્રાસ યથાવત

રાજકોટની બેડી નદીમાં જળકુંભીનું સામ્રાજય વધતા મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને મચ્છરના ઉત્પાદન કેન્દ્ર સમાન બેડી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે, જળકુંભી દૂર કરવા વસાવેલા કરોડોના મશીનો બંધ હાલતમાં છે, હાલ નદીમાં 10 દિવસથી જળકુંભી કાઢવાનું કામ બંધ હાલતમાં છે તેના કારણે નદીમાં ગંદકી વધી રહી છે, કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવાથી મશીનો બંધ છે મશીનોની આસપાસ જમા થઈ ગઈ જળકુંભી અને શહેરમાં સાંજ પડે ને છવાઈ જાય છે મચ્છરોનું સામ્રાજય.

મચ્છરની ઉત્પત્તિનું કારણ જળકુંભી

રાજકોટ શહેરમાં બેડી નદી હાલ ગંદી હાલતમાં છે, નદીનું ધ્યાન કોણ રાખે તે એક સવાલ છે, કેમકે મહાનગરપાલિકાઓમાં હાલમાં વહિવટદારનું શાસન ચાલી રહ્યું છે, અને જાણે રાજકોટ કોર્પોરેશનના વહિવટદારને આ ખબર જ નથી કે શું ! તંત્ર આળસ મરડો અને નદીની અંદર જે જળકુંભી છે તેને દૂર કરો નહીંતર આ મચ્છર રંગીલા રાજકોટને ફોલી ખાય તો નવાઈ નહી.


આ પણ વાંચો : Sarangpur News : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ દાદાને હજારીગલના ફૂલોનો શણગાર અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો