રાજકોટ મહાનગર પાલિકાની તિજોરી સફાચટ થઈ જતાં લોન લેવા સુધીનો વારો આવ્યો છે. મહાનગર પાલિકાના કામો માટે હવે 200 કરોડ સુધીની લોન લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. મહાનગર પાલિકામાં ખર્ચમાં વધારો થતાં તિજોર પર બોજો વધ્યો છે. જેના કારણે લોન મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખર્ચમાં તોતિંગ વધારો થતાં લોન લેવાની તૈયારીઓ કરાઈ છે.

રાજકોટ મનપા 200 કરોડની લોન લેશે

રાજકોટ મહાનગર પાલિકામાં તિજોરી તળિયા ઝાટક થઈ જવા પામી છે. શહેરમાં ગાર્બેજ કલેક્શન ખર્ચ અને ફાયર મહેકમ ખર્ચ સહિતના ખર્ચાઓ વધી જતાં મહાનગર પાલિકાની તિજોરી પર બોજો વધ્યો છે. આ પ્રકારના ખર્ચાઓને પહોંચી વળવા માટે મહાનગર પાલિકાના શાસકો હવે લોન લેવાની તૈયારી કરી રહ્યાં છે. સરકારી અને ખાનગી બેંકો પાસેથી નાણાં મેળવવા માટે મ્યુનિસિપલ કમિશ્નરને સત્તા સોંપવામાં આવી છે.