રાજકોટમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા છે. આ ઘટના બોટાદથી રાજકોટ આવી રહેલી બસમાં બની હોવાનું માનવામાં આવે છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ?
રાજકોટના આજીડેમ ખાતે જ્યારે બસ પહોંચી અને સગીરા નીચે ઉતરી રહી હતી, ત્યારે જ તે બેભાન થઈને ઢળી પડી હતી. સગારાને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ સગીરાની ઉંમર 17 વર્ષ છે. બીજી તરફ, સગીરાનો પ્રેમી 33 વર્ષીય રવિ મકવાણા ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો, પરંતુ તે થોડા સમય બાદ ભાવનગર રોડ પરથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
