શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેમ અસામાજીક અને લૂખ્ખા શખસો બેફામ બન્યા છે. શુક્રવારે સાંજે ગાંધીગ્રામ પાસેના એસકે ચોક પાસે સરાજાહેર છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી નામચીન શખસ નાસી જતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીગ્રામમાં રહેતો મનીષ નરેન્દ્વભાઈ પરમાર (ઉ.31) સાંજે તેના ઘર પાસે એસ.કે. ચોક પાસે હતો ત્યારે તેના ઘર નજીક રહેતો ગની જાહીદભાઈ મેમણએ ઘસી આવી ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતા લોકો એકઠા થઈ જતા ગની નાસી છુટયો હતો. બનાવને પગલે ગંભીર રીતે ઘાયલ મનીષને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચ,ગાંધીગ્રામ પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક બે ભાઈમાં મોટો હતો અને છુટક ડ્રાઈવીંગ કામ કરતો હતો અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હોવાનુ પરીવારે જણાવ્યુ હતુ પોલીસની વધુ તપાસમાં આરોપી ગની 25 દિવસ પુર્વે સાયબર ક્રાઈમના ગુનામાં જેલવાસમાં હતો અને થોડા દિવસ બાદ બહાર આવ્યો હોવાનું તેમજ પ્રેમીકા સાથે કેટલાક દિવસોથી મનીષ વાતો કરતો હોય જે અંગે બન્ને વચ્ચે ડખ્ખો ચાલતો હોવાની શંકાએ પોલીસે કાર્યવાહી કરી હતી તેમજ હત્યાનું સાચુ કારણ જાણવા આરોપી પકડાયા બાદ બહાર આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો