દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં ધનતેરસ પહેલા ઘર-ઓફ્સિ અને દુકોનોમાં લોકો દ્વારા મોટી સાફ્-સફાઈની કામગીરી પૂરજોશમાં ચલાવી રહ્યા છે. આ તહેવારી માહોલ વચ્ચે ભંગાર (સ્ક્રૅપ)ના વેપારીઓ માટે આ સમય વર્ષનો સૌથી વ્યસ્ત અને કમાણીનો મુખ્ય સમય બની રહે છે. રાજકોટમાં દિવાળીની સફાઈ દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ ભંગારની આવકમાં આશરે 30 ટકા જેટલો મોટો વધારો જોવા મળી રહ્યો છે.
શહેરમાં અંદાજે 2500 થી વધુ પસ્તી-ભંગારના ડેલાઓ આવેલા છે, જ્યાં સામાન્ય દિવસોમાં દર મહિને સરેરાશ 3 ટન જેટલો ભંગાર એકત્ર થતો હોય છે. પરંતુ દિવાળીના દિવસોમાં લોકો પોતાના ઘર-ઓફ્સિ અને દુકાનોમાંથી વર્ષોથી પડેલો કચરો અને બિનજરૂરી સામાન બહાર કાઢતા હોવાથી આ પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો દ્વારા ડેલાઓ પર એકત્ર કરાયેલા આ ભંગારના યોગ્ય નિકાલ અને રિસાયકલિંગ પ્રોસેસિંગ માટે આ મટીરિયલ મોરબી સ્થિત કારખાનાઓમાં મોકલવામાં આવે છે. ત્યાંથી તેના રોલ બનીને ફરીથી ઉપયોગ (રી-યુઝ) માટે શાપરની ફેક્ટરીઓમાં પાછા આવે છે.
