સાયબર માફિયાઓ બેકાબૂ બન્યા હોય તેમ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના નામે નકલી બે ફેસબુક એકાઉન્ટ બનાવી લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા ચકચાર મચી હતી. જાણ થતા ક્રાઈમ ડીસીપીએ તપાસના આદેશ કરતા ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા આઈપીએસના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી સાયબર ગઠિયાએ અલગ અલગ લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેની જાણ થતા પોલીસ કમિશનરે તેમના નામે ફ્રેન્ડ રિકવેસ્ટ મળે તે એકસેપ્ટ નહીં કરવા તેમજ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમજ બનાવને પગલે ડીસીપી ક્રાઈમ સહિતની ટીમે ફેક આઈડીની વિગતો મંગાવી તપાસ શરૂ કરી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.










