મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં પતંગ રસિકોએ આકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકટમાં પંતગ-દોરીના વિક્રેતાઓ અને કારીગરો દ્વારા અત્યારથી દોરીને મજબૂત બનાવવાની કારગીરી તેજ કરાઈ છે. કારીગરો દ્વારા વિવિધ રંગ અને ડિઝાઈનના પંતગ સાથે દોરીને ફિરકીમાં વીંટવાની અને ફરકીઓને તડકે સુકવવા સહિતના કામકાજને વેગવાન બનાવવામાં આવ્યું છે. ઉત્સાહ અને ઉમંગના પર્વ સમના ઉત્તરાયણ પર્વ પહેલા રાજકોટની સદર બજાર, પરાબજાર સહિતની મુખ્ય બજારોમાં પંતગ-દોરાની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. અને લોકો પરિવાર સાથે ધાબા પર જઈને પતંગ ચગાવવાની સાથે ચીકી, શેરડી,જીંજરાનો આનંદ માણતા હોય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો