રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ કેન્દ્રીય વિદ્યાલયના સિનિયર સેક્રેટરિયટ આસિસ્ટન્ટ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં 23.83 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ ક્લાર્કને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.


હવે પ્રિન્સિપાલ ગંગારામ મીણાને પણ આ કૌભાંડમાં સસ્પેન્ડ કરાતા કેન્દ્રીય વિદ્યાલયના સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો છે. પ્રિન્સિપાલનો ચાર્જ અત્યારે ડે.પ્રિન્સિપાલને સોંપવામાં આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલયમાં નાણાકીય ઉચાપતમાં પ્રિન્સિપાલ ગંગારામ મીણાએ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે આ કેસમાં પોતે જ દોષિત નીકળતા વડી કચેરી દ્વારા સસ્પેન્શનની કાર્યવાહી કરી અમદાવાદ બદલી કરવામાં આવી છે. આ કૌભાંડમાં હજુ કેટલાય કર્મચારીઓના તપેલા ચડી જાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. કેન્દ્રીય વિદ્યાલયમાં ફરજ બજાવતા દેવન્દ્ર ગણાત્રા નામના સરકારી કર્મચારી તમામ નાણાકીય વ્યવહારો કરતા હતા. ગત નવેમ્બરમાં રિઝનલ ઓફિસ અમદાવાદે રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયને જાણ કરતા કૌભાંડનો ભાંડાફોડ થયો હતો.કેસમાં તપાસ કરતા કૌભાંડનો આંકડો 3-4 કરોડની આસપાસ હોવાનું માલુમ પડયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: