પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે પરિચાલનને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક મલ્ટી-સેક્શન ડિજિટલ એક્સલ કાઉન્ટર(MSDAC)સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. સિમેન્સ કંપનીની ACM-200 મોડલની આ સિસ્ટમમાં 10 ડિટેક્શન પોઇન્ટ અને ચાર ટ્રેક સેક્શનનો સમાવેશ થાય છે. ટ્રેક સર્કિટ નંબર 101T, 102T, 119T અને120Tને નવી સિસ્ટમથી બદલાયા છે. ઉપરાંત, બે એલવી બોક્સ, રીસેટ બોક્સ પેનલ અને ટ્રેન પરિચાલનની માહિતી દર્શાવતા વીડીયુના લેઆઉટને પણ અપડેટ કરવામાં આવ્યા છે. નવી ટેકનોલોજી ટ્રેક પર પ્રવેશતા અને બહાર નીકળતા પૈડાંની ગણતરીના આધારે ટ્રેક ખાલી છે કે નહીં તે નક્કી કરવામાં મદદ કરે છે. તેનાથી પાટા પર કાટ લાગવાને કારણે ટ્રેક સર્કિટમાં ઊભી થતી સમસ્યાઓ ઘટાડવા અને સિગ્નલિંગની વિશ્વસનીયતા વધારવામાં મદદ મળશે. આ પહેલથી ટ્રેનોની સુરક્ષિત અને સરળ અવરજવરને વેગ મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો