દિવાળીના પર્વમાં લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજકોટ એસટી વિભાગના 1978 ડ્રાઈવર અને કંડક્ટર મુસાફરોને સુરક્ષિત તેમના ગંતવ્ય સુધી પોંહરાડવા ફરજ પર તૈનાત છે. જેમાં મિકેનિકલ અને વહિવટી વિભાગના કર્મચારીઓ પણ સેવારત છે. ફરજ પરના કર્મચારીઓનો ઉત્સાહ વધારવા રાજકોટ ST વિભાગ દ્વારા ડેપો ખાતે જ દિવાળીની ઉજવણી કરી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. વોલ્વો ડેપો મેનેજર એન.વી.ઠુંમરે જણાવ્યું કે, તહેવારોમાં પરિવારથી દૂર રહી મુસાફરીની સેવા કરતા કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવવા મીઠાઈ વિતરણ કરાયું છે. વધુમાં રાજકોટથી અમદાવાદ, સુરત,વડોદરા, દાહોલ, પંચમહાલ, ગોધરા, ભાવનગર અને ભુજ સહિતના રૂટ પર 200થી વધુ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં એકસ્ટ્રા ટ્રીપના સંચાલનથી રાજકોટ ડિવિઝનને 28 લાખની આવક થઈ છે. કંડક્ટર કૌશલ ચૌધરીએ જણાવ્યું કે, મુસાફરોને અગવડ ન પડે તે માટે કર્મચારીઓ તહેવારના દિવસે પણ ફરજ બજાવી રહ્યા છે. ડેપો ખાતે સ્ટાફ સાથે દિવાળીની ઉજવવાથી પરિવારથી દૂર રહેવાનો અહેસાસ પણ ઓછો થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો