રાજકોટમાં વર્ષોથી બની ગયેલી RTO કચેરીની નવી ઇમારત વર્ષો પછી હવે આખરે કાર્યરત થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. રાજકોટ RTO કેમ્પસમાં છેલ્લા કેટલાય સમયથી નવી બિલ્ડીંગ આકાર લઈ રહી હતી.
જ્યાં આખરે ફર્નિચર કામ માટે રાહ જોવામાં આવી રહી હતી. વર્ષ 2025માં આ ઇમારતની તમામ કામગીરી પૂરી થઇ ગયા બાદ આઠેક કરોડના ખર્ચે બનાવવામાં આવેલી આ બિલ્ડિંગ ઉદ્ઘાટનની રાહ જઇ રહી હતી. હવે તેનું મુહૂર્ત નવા વર્ષમાં આવશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. તેની સાથે રૂ.50 લાખના ખર્ચે બનાવવામાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ ટેસ્ટિંગ ટ્રેકનું પણ બિલ્ડીંગની સાથે ઉદ્ઘાટન થાય તેવી સંભાવના જોવા મળી રહીં છે. આ બંને સુવિધાઓના ઉદ્ઘાટનથી રાજકોટ જિલ્લાભરના લાઈસન્સ માટેના ઉમેદવારો અને અધિકારીઓને પણ લાભ મળી રહેશે.










