સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને લીંબડીની એ.આર.એસ. સખીદા આર્ટસ, સી.સી.ગેડીવાલા કોમર્સ તથા સી.સી. હોમ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે 2026-27ના વર્ષ માટે આંતર કોલેજ હોકી (પુરુષ અને મહિલા) સ્પર્ધાનું સફળ આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં સંલગ્ન કોલેજોની પુરુષ વર્ગની 4 અને મહિલા વર્ગની 5 ટીમો સહિત ડાયરેક્ટર સિલેક્શન મળી કુલ 290 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ હોકી સ્પર્ધામાં ભાઈઓ વિભાગમાં લીંબડીની એ.આર.એસ.સખીદા કોલેજ પ્રથમ ક્રમે, અમરેલીની કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ દ્વિતીય ક્રમે તથા રાજકોટની જે.જે.કુંડલીયા કોલેજ તૃતીય સ્થાને રહી હતી. જયારે બહેનોના વિભાગમાં અમરેલીની માતૃશ્રી મોઘીબા મહિલા આર્ટસ કોલેજ પ્રથમ, રાજકોટની એમ.વી.એમ.ઓર્ટસ કોલેજ દ્વિતીય અને જેતપુરની પી.એસ.હિરપરા કોલેજ તૃતીય ક્રમે વિજેતા બની હતી.

સમાપન સમારોહમાં ગુજરાત હોકી એસોસિએશનના સેક્રેટરી મહેશ દિવેચા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોષી, રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજા તથા ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો.હરીશ રાબા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિજેતા ટીમોને મહાનુભાવો દ્વારા ટ્રોફી,મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો