રાજકોટ શહેર સહિત જિલ્લાની આઠ વિધાનસભામાં સ્પેશ્યલ ઈન્ટેનસીવ રિવીઝન (SIR)માં મુદ્ત વધારા બાદ સમયાવધી પુરી થતાની સાથે જ મતદાર યાદી લોક કરી દેવામાં આવી છે. આ સાથે રોલ ઓબ્ઝર્વરની હાજરીમાં રાજકીય પક્ષોને રાજકોટ જિલ્લાના મતદાર યાદીના આંકડા રજૂ કરી માહિતગાર કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં કુલ 23,91,027 મતદારમાંથી 20,55,357 મતદારોનું ડિઝીટાઈઝેશન કરી લેવામાં આવ્યું છેે. તેમાં 8,23,653 મતદારોએ સેલ્ફ રીતે મેપીંગ કરી લીધુ છે. જ્યારે 10,06,148 મતદારોની મેપીંગની કામગીરી ચાલી રહી છે. જ્યારે 2,25,329 મતદારોએ હજુ મેપીંગ કરાવ્યું ન હોવાથી આ તમામ મતદારોને ઓળખના પુરાવા આપવા ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. મેપીંગ વગરના મતદારોના દાવા સાંભળવાની ક્વાયત હાથ ધરવામાં આવી છે. આ માટે દરોરજ વિધાનસભા વાઈઝ 50-50 મતદારોને સાંભળવામાં આવશે.










