રાજકોટ જિલ્લા SOG ટીમે પડધરી તાલુકાના ખોડપીપર ગામે રેડ પાડીને એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આ બોગસ ડૉક્ટરનું નામ બૌમિકસિંહ સોલંકી છે. પોલીસને મળેલી બાતમીના આધારે SOG ટીમે આ કાર્યવાહી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી બૌમિકસિંહ સોલંકી કોઈ પણ માન્ય ડિગ્રી કે યોગ્ય લાયકાત વિના જ દર્દીઓની સારવાર કરતો હતો.


બોગસ ડોક્ટર પાસેથી દવાઓ અને અન્ય સામાન જપ્ત

આરોપી બૌમિકસિંહ સોલંકી દર્દીઓને જોઇને એલોપેથીક દવાઓ આપતો હતો, એટલું જ નહીં પણ જરૂર પડ્યે ઇન્જેક્શન પણ આપતો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા આ બોગસ ડૉક્ટર પાસેથી પોલીસે મોટી માત્રામાં દવાઓ અને અન્ય તબીબી સાધનોનો જથ્થો જપ્ત કર્યો છે. જિલ્લા SOG દ્વારા બોગસ ડૉક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: