રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી પડેલા સ્ટેમ્પ ડયુટી વસૂલાતના કેસનો નિકાલ કરી ત્રણ માસમાં સરકારને 3,03,69,670 કરોડની વસૂલાત કરવામાં આવી છે.


ઓછા કર્મચારીઓ છતાં જૂના કેસનો નિકાલ કરી સરકારની તીજોરી છલકાવી છે. તેમાં જીઆઈડીસીના સૌથી વધુ કેસ નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાગીદારી પેઢી, મોર્ગેજ લોન, કલમ-33 અને 32(ક)ના કેસનો પણ નિકાલ કરવામાં આવ્યો છે.

રાજકોટ ગ્રામ્યના સ્ટેમ્પ ડયુટી કચેરીમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન આ કચેરીમાં જૂના કેસનો નિકાલ કરી વિક્રમી વસૂલાત કરવામાં આવી છે. તેમાં જીઆઈડીસીના કેસમાં સપ્ટેમ્બર મહિનામાં 46,58,391, ઓક્ટોબર મહિનામાં 45,20,792 અને નવેમ્બર મહિનામાં 67,74,955 સહિત કુલ રૂ.1,59,54,138ની વસૂલાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ભાગીદારી પેઢી, મોર્ગેજ લોન અને કલમ-33ના કેસમાં ખૂટતી સ્ટેમ્પ ડયુટીના કેસમાં સપ્ટેમ્બર મહિનામાં17,74,006, ઓક્ટોબરમાં 8,95,326 અને નવેમ્બર મહિનામાં 1,08,86,638 સહિત કુલ રૂ.1,35,55,970ની વસુલાત કરવામાં આવી છે. જ્યારે 32(ક)ના કેસમાં પણ 8,24,144ની વસૂલાત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: