રાજકોટ શહેરમાં એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થી પર કરાયેલા દુષ્કર્મના કેસમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. દુષ્કર્મના આક્ષેપથી વ્યથિત થયેલા આરોપી વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર એક સનસનાટીભર્યો વીડિયો જાહેર કરી ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવકે પહેલા વીડિયોમાં જે પુરાવા રજૂ કર્યા છે, તેણે સમગ્ર શિક્ષણ જગત અને પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.
'જે મારી સાથે બિન્દાસ ફરતી હોય, તેનું દુષ્કર્મ શું કામ કરું?'
યુવકે વીડિયોમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે, શિક્ષિકા તેની પાસેથી સતત રૂપિયા પડાવતી હતી અને બંનેએ સાથે મળીને મોજ-મજા કરી હતી. યુવકના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે વધુ રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો, ત્યારે શિક્ષિકાએ તેને બદનામ કરવા માટે દુષ્કર્મનો ખોટો કેસ ઠોકી દીધો હતો. યુવકે સવાલ ઉઠાવ્યો છે કે, "જે છોકરી મારી સાથે બિન્દાસ ફરતી હોય, તેની પર દુષ્કર્મ કરવાની મારે શું જરૂર?"
