રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં સ્પેશ્યલ ઈન્વેસીવ રિવીઝન (SIR)માં 23.91 લાખ મતદારોમાંથી 2.87 લાખ મતદારોએ મેપીંગમાં ઓળખના પુરાવા નહીં આપતા તમામ મતદારોને સ્થાનિક ચૂંટણી અધિકારી દ્વારા આવતીકાલ શુક્રવારથી નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
મેપીંગ નહીં કરાવનાર મતદારોને બીએલઓ દ્વારા ફરી રૂબરૂ નોટિસ ફટકારવામાં આવશે તેમ અધિક નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે. 2002ની મતદાર યાદીમાં ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા નથી તેવા મતદારોની અલગથી યાદી તૈયાર કરાઈ છે. આવા મતદારોને સુનાવણીની તક અપાશે. તમામ આઠેય વિધાનસભા બેઠકમાં મતદાર નોંધણી અધિકારીની નિમણૂક કરવા અલગથી 200 કર્મચારીઓને નિમણૂક આપવામાં આવશે.










