ચોમાસાની સિઝન પૂરી થઈ ગઈ, પણ સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોના હાથમાં કંઈ જ આવ્યું નથી. આ વખતે ચોમાસામાં સરેરાશ કરતા 51.75 ટકા વરસાદની ખાદ્ય નોંધાઈ છે. આ ખાદ્ય માત્ર ચોમાસા પૂરતી નથી, પણ તેની સીધી અસર ખરીફ્, શિયાળુ અને ઉનાળુ ત્રણેય સિઝન પર પડવાની છે. કુદરતે તો થપાટ મારી જ છે, પણ સરકારની ઉદાસીનતાએ ખેડૂતોની ચિંતા બેવડી કરી દીધી છે. પાણીના અભાવે અત્યારથી જ અનેક ગામોમાં હેરાનગતિ શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે સરકારના વાયદા હજુ ફાઈલોમાંથી બહાર આવ્યા નથી.

વરસાદની આટલી મોટી ખાદ્યના કારણે ડેમો અને તળાવો તળિયા ઝાટક છે. ખરીફ્ પાક તો નિષ્ફ્ળ ગયો જ છે, હવે શિયાળુ અને ઉનાળુ પાકનું પણ શું થશે તે કોઈને ખબર નથી. એકંદરે સૌરાષ્ટ્ર અને કચ્છના 8 લાખથી વધુ ખેડૂતોની દિવાળી આ વખતે ખરેખર બગડી છે. ખેડૂતો કહી રહ્યા છે કે વરસાદ ન થયો તે કુદરતી આફ્ત છે, પણ સરકાર દ્વારા સમયસર પાણીની વ્યવસ્થા, સિંચાઈ માટે રાહત પેકેજ કે પાક નિષ્ફ્ળતાનું વળતર જાહેર કરવામાં જે ઢીલાશ દાખવવામાં આવી રહી છે તે સૌથી મોટી નિષ્ફ્ળતા છે. દુકાળગ્રસ્ત ચાર જિલ્લામાં જે સહાય જાહેર કરવામાં આવી છે તેનાથી જંતુનાશક દવાનું બીલ પણ ન ચુકાવય તેવી બુમરાડ ઉઠી છે.

એક તરફ્ ખેડૂત પોતાના ખેતર સામે લાચાર બનીને ઉભો છે. કારણે કે, તાજેતરમાં પડેલા વરસાદથી ખેડુતોની મગફળીના પાથરા પલળી ગયા હતા આમ ખેડુતોના મોઢે આવેલ કોળીયો પણ ઝુંટવાઈ ગયો છે.ખેડૂતોને કુદરતની થપાટ પછી સરકાર તરફ્થી કોઈ મદદનો હાથ લંબાયો નથી. સરકાર માત્ર આશ્વાસન આપી રહી છે કે, ચિંતાની કોઈ વાત નથી પરંતુ ખરેખર ગામડામાં સ્થિતિ કપરી બની રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો