રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે સ્થાનિક લોકોની સાથે નેતાઓનો પણ વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યા જ્યારે ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર ડવનો એક જૂનો પત્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો. આ પત્રએ કોર્પોરેટરની કથની અને કરણી વચ્ચેનો મોટો તફાવત ખુલ્લો પાડી દીધો છે.
વાયરલ થયેલા પત્રમાં શું હતુ?
વાયરલ થયેલો આ પત્ર નરેન્દ્ર ડવ દ્વારા સીધો મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યો હતો. પત્રમાં તેમણે રજૂઆત કરી હતી કે જંગલેશ્વરના નદીકાંઠાના વિસ્તારમાં મોટાપાયે દબાણો થયા છે. આ દબાણોને કારણે રસ્તાઓ સાંકડા થઇ ગયા છે અને ટ્રાફિરની સમસ્યા સર્જાય છે. તેમણે આગ્રહ કર્યો હતો કે લોકહિતમાં આ દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે.
વિરોધ અને વાસ્તવિકતા
આશ્ચર્યની વાત એ છે કે, જે નેતાએ પોતે આ દબાણો હટાવવા માટે લેખિતમાં માગ કરી હતી, તે જ નેતા જ્યારે ડિમોલિશન શરૂ થયું ત્યારે લોકોની વચ્ચે જઈને તેનો વિરોધ કરતા નજરે પડ્યા હતા. એક તરફ પત્ર દ્વારા તંત્રને કામગીરી કરવા દબાણ કરવું અને બીજી તરફ જનતાની સામે 'લોકસેવક' બનીને વિરોધમાં બેસવું, એ વાત અત્યારે ચર્ચાનો વિષય બની છે. સંદેશ ન્યુઝ વાયરલ પત્રની પુષ્ટિ કરતુ નથી.










