છેલ્લા 8થી 10 વર્ષથી રાજકોટ-અમદાવાદ સિક્સલેન નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે, પરિણામે વાહનચાલકો દરરોજ ટ્રાફ્કિ જામની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાજકોટના સીમાડે આવેલા માલિયાસણ-કુવાડવા વચ્ચે મસમોટું નવું ટોલનાકું ઊભું કરવામાં આવી રહ્યું છે. આ ટોલનાકાની કામગીરી શરૂ થતાં જ રોજેરોજ 1થી 2 કિમી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે, જેનાથી મુસાફરોમાં પ્રચંડ રોષ વ્યાપ્યો છે.
હજુ તો ટોલનાકું પૂરેપૂરું બન્યું પણ નથી ત્યાં દરરોજ 1થી 2 કલાકનો ટ્રાફ્કિ જામ થાય છે. ટોલનાકું ચાલુ થયા પછી સ્થિતિ વધુ ગંભીર બનશે. ટ્રાફ્કિ જામના કારણે હિરાસર એરપોર્ટ પહોંચવું અત્યંત મુશ્કેલ બની ગયું છે અને મુસાફરોને ફ્લાઇટ ચૂકી જવાનો મોટો ભય સતાવી રહ્યો છે. પૈસા પણ આપવાના અને સમય પણ બગાડવાનો-આ ક્યાંનો ન્યાય ટ્રાફ્કિ જામમાં ફ્સાયેલા જાગૃત નાગરિક ચંદુભાઈ પરમારે આ ટ્રાફિક જામનો વીડિયો બનાવી વાયરલ કરી આ પ્રકારે સવાલો ઉઠાવ્યા હતા.
