શહેરમાં દિવાળી પુર્વ બાદ વધુ એક હત્યાનો બનાવ બન્યા હતો. જુના મોરબી રોડ પર વેલનાથ પરા નજીક સાગર પાર્કમાં પતિએ ચારિત્ર્ય અંગે શંકાઓ કરી છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી નાસી છુટયો હતો. બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચ, બીડીવીઝન, એલસીબીની ટીમોએ પહોપી હત્યાને અંજામ આપી નાસી છુટનાર પતિએ પણ ઝેર દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. મોરબી રોડ પર આવેલા સાગર પાર્કમાં રહેતા શારદાબેન પ્રવીણભાઈ પરસોંડા (ઉં.વ. 45) સાંજે તેના ઘેર હતા તે દરમ્યાન પતિ પ્રવિણએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયો હતો.બનાવની જાણ થતા પીઆઈ ચાવડા, ચૌહાણ સહિતનો પોલીસની ટીમો પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં મૃતક શારદાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ અને પ્રવીણ રિક્ષા ચલાવતો હોવાનું તેમજ પતિ-પત્ની વચ્ચે અગાઉ પણ પત્ની પર શંકા-કુશંકા રાખવાના મુદ્દે નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા. દરમિયાન, ફરી એકવાર આ જ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાશી છૂટયો હતો. હત્યાને અંજામ આપી નાસી છુટનાર આરોપી પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
