સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના એમ.એ.ની વિદ્યાર્થીઓ આસ્કા કે. વિડજા અને વિશ્વા ડી. મારાડિયા દ્વારા હાથ ધરાયેલ સંશોધન પેપર ધ એકેડેમિક ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મલ્ટીડિસીપ્લિનરી રિસર્ચમાં પ્રકાશિત થયું છે. સંશોધનના પરિણામો દર્શવે છે કે, કફ પ્રકૃતિ ધરાવતી સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય, આહાર અને દિનચર્યા પ્રત્યે વાત તથા પિત્ત પ્રકૃતિની મહિલાઓ કરતાં વધુ સચેત હોય છે. જ્યારે વાત અને પિત્ત પ્રકૃતિ ધરાવતી મહિલાઓમાં આવેગશીલતા અને ઉતાવળિયા નિર્ણયો લેવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

અભ્યાસનું મુખ્ય તારણ એ છે કે આરોગ્ય જાગૃતિ અને આવેગશીલતા વચ્ચે નકારાત્મક સંબંધ છે. જે મહિલાઓ સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન હોય છે, તેઓ આવેગમાં આવીને અવિચારી કે જોખમી નિર્ણયો લેવાથી બચે છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા દોશી તથા પ્રોફેસર ડો. યોગેશ જોગસાણના માર્ગદર્શન હેઠળ બન્નેએ આ સંશોધન કર્યું હતું.