રાજકોટનો લોકમેળો લોકો માટે આનંદનું સ્થળ હોવાની સાથે અનેક વેપારીઓ-ધંધાર્થીઓ માટે રોજગારીનું સાધન છે.

આ વર્ષે મેળામાં ભીડ તો ચિક્કાર જોવા મળી પણ મેળામાં આવેલા વેપારીઓ માટે આ વર્ષનો અનુભવ મિશ્રા રહ્યો છે. એક તરફ રાઈડ્સના સંચાલકો અને આઇસક્રીમના સ્ટોલ ધારકોને લાખોની કમાણી થઈ છે, ત્યારે બીજી તરફ ફાસ્ટફૂડ અને રમકડાંના ધંધાર્થીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી. રૂ.3.5 લાખથી 4 લાખ જેવા મોંઘા ભાડાં અને વહેલી એન્ટ્રી બંધ થવી અને લોકોની ઓછી ખરીદશક્તિને કારણે ફાસ્ટફૂડ અને રમકડાંના વેપારીઓને 50 ટકાથી પણ ઓછો ધંધો મળ્યો છે. ભારે ભીડ છતાં આ વખતે ઘરાકીના અભાવે ઘણો મોટો વર્ગ ખાલી હાથે પરત ફરવા મજબૂર બન્યો છે.