રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમીના આધારે નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ટ્રામાડોલ જેવી પ્રતિબંધિત ટેબલેટ અને વિદેશી દારૂના જથ્થા સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા ઝડપાયા
પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપી કિરણ પટેલ અને વૈભવ બાબરીયાને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી અંદાજે 7.56 લાખ રૂપિયાની કિંમતની ટ્રામાડોલ સહિતની નશાકારક ટેબલેટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે તેમની પાસેથી 52,000 રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે.
