રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જીઈબી (GEB) ના વીજ વાયરોની ચોરીની ઘટનાઓ વધી રહી હતી. ખાસ કરીને જામકંડોરણા અને વિરપુર ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ કરી એલ્યુમિનિયમ વાયરોની ચોરી થતી હોવાની ફરિયાદો નોંધાઈ હતી. આ ગંભીર મામલે તપાસ ચલાવી રહેલી રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે.
વીજ વાયરોની ચોરી કરતા
આરોપીઓ અત્યંત શાતિર રીતે વીજ વાયરોની ચોરી કરતા હતા. તેઓ જંપર વડે વીજ પ્રવાહ બંધ કરી દેતા અને ત્યારબાદ કટરની મદદથી એલ્યુમિનિયમ તાર કાપીને ફરાર થઈ જતા હતા. આ ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો.










