રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થવાના આરે છે, ત્યારે આગામી 10 માર્ચ, 2026 ના રોજ ખાસ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ બોર્ડ વર્તમાન બોડીનું અંતિમ બોર્ડ હોવાથી તેમાં અનેક લોકભોગ્ય અને વહીવટી નિર્ણયો લેવામાં આવશે.


રાજકોટ મનપાનું જનરલ બોર્ડ

 મનપાના સ્ટાફના પગાર ધોરણમાં લાંબા સમયથી પડતર સુધારાની દરખાસ્ત આ બોર્ડમાં રજૂ કરવામાં આવશે. જો આ દરખાસ્ત મંજૂર થશે તો સેંકડો કર્મચારીઓના વેતનમાં નોંધપાત્ર સુધારો થશે. રાજકોટનું હૃદય ગણાતા રેસકોર્સ મેદાનને હવે વિવિધ ધાર્મિક આયોજનો માટે ફાળવવાની નીતિ વિષયક દરખાસ્ત મંજૂર કરવામાં આવશે, જેથી શહેરમાં મોટા ધાર્મિક પ્રસંગો માટે યોગ્ય જગ્યા મળી રહે. રેલનગર વિસ્તારમાં નવનિર્મિત ચોકનું વિધિવત નામકરણ કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં જે નામો અયોગ્ય જણાય છે અથવા લોકલાગણી દુભાય છે, તેવા નામો દૂર કરી નવા નામો રાખવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

આખરી બોર્ડની ગરિમા

આ જનરલ બોર્ડ વર્તમાન શાસકો માટે છેલ્લું તક હોવાથી, બાકી રહેલા વિકાસલક્ષી કામો અને વહીવટી મંજૂરીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ બોર્ડ બાદ ચૂંટણીની પ્રક્રિયાઓ અને વહીવટદારના શાસન તરફ મનપા આગળ વધી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad: ગ્રામ્યમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય, હાઈવે પર હેડલાઈટ ચાલુ રાખી વાહનો ચલાવવા મજબૂર બન્યા ચાલકો

  • Follow us on: