રાજપીપળા : રાજપીપળાના યુવાન દ્વારા અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો. રાજપીપળાના સેવાભાવી મિત ગ્રુપના સદસ્ય રાહુલ સોલંકીએ તેઓના જન્મદિવસ નિમિતે મિત ગ્રુપના સભ્યો સાથે નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામ કમોદિયા સ્કુલના બાલ મંદિર થી લઈને ધોરણ 8 ના 150 થી વધુ વિધાર્થીઓને પ્રીતિ ભોજન કરાવી દરેક વિધાર્થીઓને દફ્તર ,નોટબુક,પેન જેવી શિક્ષણ કીટ વિતરણ કરી પોતાનો 31 મો જન્મ દિવસ ઉજવ્યો હતો તથા વિધાર્થીઓ સારી રીતે ભણીગણી ને આગળવધે તેવી કામના કરી હતી તથા પોતાના જનદીવસને આનંદમય બનાવવા માટે સ્કુલના શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
