અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય હિલચાલ બાદ, રાજુલા APMCની તમામ 16 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ વિજય સાથે જ માર્કેટિંગ યાર્ડના સત્તાધામ પર ભાજપનું શાસન યથાવત રહ્યું છે.
રાજુલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
ચૂંટણી પ્રક્રિયાના અંતે વિવિધ વિભાગોમાં નીચે મુજબની બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, ખેડૂત વિભાગની 10 બેઠકો, વેપારી વિભાગની 04 બેઠકો, ખરીદ વેચાણ સંઘ વિભાગની 02, બેઠકો કુલ બેઠકો 16,આ તમામ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા લોકશાહીના પર્વ વચ્ચે સહકારી ક્ષેત્રમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે.










