રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક ધારેશ્વર-દાતરડી પુલ પરથી એક ટ્રક ખાબકતા તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માત બાદ ટ્રક આગની લપેટમાં આવી જતાં ચાલક કેબિનમાં જ ફ્સાઈ ગયો હતો અને જીવતો ભૂંજાઈ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ અજયભાઈ નાગજીભાઈ ભાલીયા તરીકે થઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય તંત્રની ટીમોએ બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફ્ળતા મળી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: