કચ્છના રાપર તાલુકામાં હાલમાં રવિ પાકની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને ખાતરની અછતના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતાં ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.
રાપર તાલુકામાં ખાતરની અછત
ખાસ કરીને ખેંગારપર ગામમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહીં ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. આજે પણ ખેડૂતો ખાતર લેવા માટે સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. લાંબો સમય રાહ જોયા પછી પણ પૂરતો જથ્થો ન મળતાં ખેડૂતોને ખાતર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.










