અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા સાણંદ વિસ્તારમાં થયેલ ગૌવંશ ચોરીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાણંદમાં ગૌવંશની ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જુહાપુરાના રહેવાસી એવા બે આરોપીઓ સમીર મોમીન અને ખાજા ઝહિર શેખની ધરપકડ કરી છે.
સાણંદમાં આરોપીઓએ કરી હતી ગૌવંશની ચોરી
આ આરોપીઓએ સાણંદ વિસ્તારમાંથી ગૌવંશની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ગ્રામ્ય LCBએ બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે. આ ધરપકડથી ગૌવંશની ચોરીના બનાવો પર અંકુશ લાવવામાં પોલીસને સફળતા મળી છે.













