સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા છારોડી વિસ્તારમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. છારોડીના ઈન્દીરાનગર વિસ્તારમાં આવેલા એક સ્ક્રેપના (ભંગારના) ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા.


છારોડી વિસ્તારમાં આજે આગની ઘટના 

મળતી માહિતી મુજબ, છારોડી ગામ નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ ભંગારનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પણ આ ભયાનક દ્રશ્યો જોઈને થંભી ગયા હતા.

ફાયર વિભાગની કામગીરી

આગની જાણ થતા જ સાણંદ ફાયર વિભાગની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા પ્રયાસો હાથ ધર્યા હતા. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે. જોકે, ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો સ્ક્રેપનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.

આ પણ વાંચો: Surat: મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર વિભાગે 'મેજર કોલ' જાહેર કર્યો


  • Follow us on: