વડાપ્રધાન મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે ગાંધીનગરના કોબા ખાતેના જૈન તિર્થ ખાતે તૈયાર કરવામાં આવેલા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાણંદ જવા માટે રવાના થયા હતાં.સાણંદ ખાતે ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે તેમણે કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.વડાપ્રધાન મોદીએ સાણંદમાં ચીપના પ્રોડક્શન હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં છે.
દરિયાઈ રાજ્ય માટે કોરિડોર બનાવવા નિર્ણય
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશમાં ઓડિશા , તામીલનાડુ સહિતના દરિયાઈ રાજ્ય માટે કોરિડોર બનાવવા નિર્ણય થયો છે. ક્રિટીકલ મિનરલ ભંડાર બનાવવા કામ કરવામાં આવશે. આ કામગીરી 20 વર્ષ પહેલા થઈ હોત તો સારું હતું પણ આ કામગીરી હવે ચાલુ થઈ છે. AI સમિટ થઈ તેનાથી તમે પરિચિત છો. AI ટેકમાં ભારત સૌથી આગળ છે. ભારતનું AI ઈકો સિસ્ટમ છે તેને બળ મળશે. અમારી નીતિ અને નિર્ણય આવનારા દસકામાં ટેક્નોલોજી એનર્જી સિક્યુરિટીનો પાયો નાખી રહ્યું છે.ન્યુક્લિયર સેક્ટરમાં શાંતિ બિલ જેવા ઐતિહાસિક નિર્ણય કર્યા છે.
ડિઝાઇન માટે સ્ટાર્ટ અપ માટે મંજૂરી આપી છે
આપણને સુરક્ષિત પ્રોસેસર પ્લેટફોર્મ મળ્યું છે. અત્યારસુધીની સફળતા બાદ આગળના ફેઝ તરફ એક પગલું લીધું છે. સેમિકન્ડકટર 2.oની જાહેરાત કરી છે. આજ ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને સ્કીલ વર્ક ફોર્સ પણ તૈયાર થઈ રહી છે. 85 હજારથી વધારે ડિઝાઇન પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય જલ્દી પૂર્ણ થશે. દેશની 4 હજાર યુનિ.ને ડિઝાઇન માટે સ્ટાર્ટ અપ માટે મંજૂરી આપી છે.આજે ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 4.5 લાખ કરોડનું છે.આ દસકો પૂર્ણ થશે ત્યારે 9 લાખ કરોડનું માર્કેટ પાર કરશે.દુનિયાભરના રોકાણકારમાં ઉત્સાહ છે એ આપણા માટે પૂંજી છે. દુનિયાભરમાં આપણા પાર્ટનર છે તેની સાથે મળી સુરક્ષિત સપ્લાય ચેન બનાવવા પર કામ થઈ રહ્યું છે.
ભારતની કંપનીએ ચીપ બનાવવા માટે રસ દાખવ્યો
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સાણંદ, ધોલેરા આજે સેમિકોન વેલી તરફ આગળ વધે છે. ભારત સેમી કન્ડક્ટર સેક્ટરમાં કેટલું આગળ વધી રહ્યું છે. ભારતની કંપનીએ ચીપ બનાવવા માટે રસ દાખવ્યો તેનાથી હું ખુશ છું. આ દરેક દેશવાસી માટે ગર્વની ક્ષણ છે. દુનિયાને એક સેમી કન્ડક્ટર સપ્લાય ચેન આપશે.
ભારતના આત્મવિશ્વાસનું આ એલાન છે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પેન્ડેમિક કોન્ફલિક્ટ ગ્લોબલ સપ્લાય ચેન ચિપ રેર અર્થ કે અન્ય બાબત પ્રભાવિત થઈ છે. ભારત જેવા દેશમાં આ દિશામાં આગળ વધવું એ વિશ્વના વિકાસ માટે મહત્વનું છે. કોરોના સમયે નક્કી કરી લીધું હતું કે ભારત સેમિકન્ડક્ટર સેક્ટરનું હબ બનશે. આ ખાલી ચિપ સુધી સીમિત નથી આનો મતલબ છે. AI, ઇ વ્હિકલ, ડિફેન્સ , ઇલેક્ટ્રિક સહિતના અનેક સેક્ટરને બળ મળશે.2021માં આ મિશન શરૂ કર્યું હતું. ભારતના આત્મવિશ્વાસનું આ એલાન છે.દેશના 6 રાજ્યમાં 1 લાખ 60 હજાર કરોડના પ્લાન્ટોનું કામ થઈ રહ્યું છે.
મેક ઈન ઈન્ડિયા મેડ ફોર વર્લ્ડને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા મેડ ફોર વર્લ્ડને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે. આજે સાણંદ અને સિલીકોન વેલી વચ્ચે નવો બ્રિજ બની ગયો છે. કેલિફોર્નિયાની કંપની માટે આ પ્લાન્ટ ઇન્ટરનેશનલ મોડ્યુલ પ્લાન્ટ છે. અહીં બનનાર મોડ્યુલ એક્સપોર્ટ માટે બુક થઈ ગયું છે. ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલથી ભારતના ઇ વ્હીકલ ઈન્ડસ્ટ્રીઝને બળ મળશે.21મી સદીનો આ દસકો અનેક પડકારો લઈને આવ્યો છે.
ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો હિસ્સો
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગત મહિનાના અંતમાં પણ હું સાણંદમાં હતો અને માર્ચ મહિનાના અંતમાં પણ હું સાણંદમાં છું. હું કેન્સ ટેકનોલોજીની લીડરશીપને શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત સરકારને આ પ્લાન્ટમાં કામ કરી રહેલા સાથીઓને પણ શુભકામનાઓ પાઠવું છું. આજે સવારે હું એક ધાર્મિક કાર્યક્રમમાં હતો અને હાલ ડિજિટલ કાર્યક્રમમાં છું. મને એ વાતની ખુશી છે કે, ભારતની કંપનીએ સેમી કન્ડક્ટર ચીપ બનાવવામાં રસ દાખવ્યો અને પરિણામ આપણી સામે છે. ભારતની પોતાની કંપની હવે ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો હિસ્સો બની ગઈ છે. આ શાનદાર શરૂઆત છે. આ ગર્વની પળ છે.
સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે
ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી. ₹3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.
ફેબ્રુઆરીમાં માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ કરાવ્યો હતો
28 ફેબ્રુઆરી 2026ના રોજ વડાપ્રધાન મોદીએ માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “જૂન-2023માં આ સુવિધા માટે MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.
આ પણ વાંચોઃ PM Modi Speech : જૈન મુનિ અને સંતોની તપસ્યા જોડાઈ છે ત્યાં સર્જન અને સેવા આપોઆપ સંચાલિત થાય છેઃ PM મોદી