સંખેડા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓરસંગ નદીમાં પાણી આવતા સંખેડા - બહાદરપુરને જોડતા ઓરસંગ નદીમાં બનાવેલા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા ડાયવર્ઝન ઉપરનો તમામ વાહનો માટે અવરજવર બંધ કરી દેવામાં આવી છે. તેમજ નાના અને ચાર ચક્કા વાહનોની અવર જવર માટે ઓરસંગ બ્રિજ ખુલ્લો મૂકાયો છે

સંખેડા તાલુકા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માં ભારે વરસાદ ને લઈ ઓરસંગ નદી માં પાણી આવતા સંખેડા -બહાદરપુર જે જોડતા ડાયવર્ઝન ઉપર પાણી ફરીવડતા લોકો ની સુરક્ષા અને સલામતી ને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા ડાયવર્ઝન ઉપરથી અવરજવર કરતા તમામ વાહનો ની અવરજવર બંધ કરી દેવામાં આવી છે કોઈ અઘટિત ઘટના બને તેમાટે ચુસ્ત પોલીસ બંદો બસ્ટ ગોઠવી દેવામાં આવ્યો છે હાલમાં ડાયવર્ઝન બંધ કરાતા નાના અને ચારચક્રી નાના અને લાઇટ વેટ વાહનો ની અવરજવર માટે ઓરસંગ બ્રિજ ખુલ્લો મૂકાયો હતો. જેને લઇ તાલુકા વાસીઓએ રાહત અનુભવી હતી.