સંખેડાના હરીપુરા ગામની સીમમાં ગોળાકાર થઈ શિકારની શોધમાં બેઠેલા 10 ફૂટ લાંબા અજગરને બહાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમે પકડી પાડી સલામત સ્થળે છોડી મૂક્યો હતો. સંખેડા તાલુકાનો વિસ્તાર અજગરો માટે અનુકૂળ બન્યો હોય તેમ ખેરવા અને બહાદરપુર ગામેથી બે અજગરને પકડયાના 23 દિવસ બાદ વધુ એક અજગરને હરીપુરા ગામના સીમમાંથી સફ્ળતા પૂર્વક ઝડપી લેવાયો હતો. જે બાદ RFO રાકેશ વણકરના માર્ગદર્શન હેઠળ મુક્ત કરાયો હતો. પશુઓના અવર જવરવાળા માર્ગ ઉપર શિકારના શોધમાં બેઠેલા અજગરને નિહાળી પશુપાલક શાંતિ મોતી વસાવાએ રેસ્ક્યુ ટીમના સચિન પંડિતને જાણ કરતા તેઓ હેમંતભાઈ સાથે દોડી આવીને અજગરનું રેસ્ક્યુ કર્યુ હતું જે બાદ પર્યાવરણના સંતુલનમાં અજગરની ભૂમિકા મહત્વની રહેલી હોય તેનું રક્ષણ કરવા ગ્રામજનોને ખાસ સલાહ આપી હતી. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો