સંતરામપુર બાયપાસ ઉપરની કરોડોની કિંમતની જમીન ઉપર ધાક-ધમકી અને તોડફોડ કરીને ગેરગાયદે કબજો કરનાર આરોપીઓ સામે સંતરામપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો અને અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરેલ છે, આ આરોપીઓ સામે દસ દિવસમાં બીજી ફરિયાદ થઈ છે.
સંતરામપુર બાયપાસ પાસે આવેલી નરેન્દ્ર પટેલ અને રિઝવાન ભુરાની સર્વે નંબર 80 ના પ્લોટની માલિકીની જમીન ઉપર કિશોરભાઇ ભુનેતર ધાબા સ્ટાઇલ હોટલ બનાવી રહ્યા છે. દરમયિના સંતરામપુરમાં જ રહેતો આરોપી અફ્ઝલ અનવર કોઠારી અને તેના માણસો આવી પહોંચ્યા હતા અને કિશોર ભૂનેતરને જાતી વિરૂધ્ધ ઉચ્ચારણ કરીને ગાળો આપીને ધમકી આપી હતી કે કોને પુછીને અહી ઝુંડપીઓ બનાવે છે. તેમ કહી અફઝલ તથા તેના માણસોએ તોડફોડ કરી હતી અને ધમકીઓ આપી હતી કે હવે ફરીથી અહી આવશે તો જાનથી મારી નાખીશ. આ મામલે વોચમેન સોમાભાઈ મોતીભાઈ નીનામાની ફરિયાદ ના આધારે સંતરામપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા કલમ 173 બી.એન.એસ.એસ. મુજબ ગુનો નોધી ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરેલ છે.










