સાયલા તાલુકામાં કેટલાય સ્થાનો પર લટકતા જીવતા વીજ વાયરો, તૂટેલા થાંભલાઓ બાબતે નાગરિકો દ્વારા અવારનવાર કરાતી રજૂઆતોને તંત્ર ગંભીરતાથી ના લેતા આવા અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે ત્યારે તાલુકાના નોલી ગામે બનેલ વીજ અક્સ્માતમાં બે અબોલ જીવોના જીવ જતા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ ફેલાયો હતો. આ બાબતે વધુમાં મળતી માહિતી મુજબ નોલીના રામગઢ પરામાં રહેતા શિવરાજભાઈ ખાચરના પશુઓ ડેમ નજીક આવેલા વિડમાં ચરવા જતા સર્જાયેલ વીજ અક્સ્માતમાં ખેડૂતે મહામુલુ પશુધન ગુમાવ્યું હતું. વીજ કરંટ લાગવાની ઘટનામાં બે ભેંસના મોત બાબતે જાણ કરતા વીજ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને પશુ ચિકિત્સકને બોલાવી મૃત પશુઓનું પોસ્ટમાર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો