સાયલા : સાયલા તાલુકાના ગોસળ ગામે એક શખ્સ દ્વારા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરાઇ રહ્યું હોવાની બાતમીના આધારે નાઇટ પેટ્રોલીંગ માં રહેલ પીઆઇ વાય.જી.ઉપાધ્યાય તથા તેમની ટીમે બાતમી વાળા મકાનમાં ઓચિંતો છાપો મારતાં ફ્ળીયા માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ ની બોટલો ચપલાઓ સહિત કુલ 211 બોટલ શરાબનો જથ્થો મળી આવ્યો હતો.સાયલા પોલીસ દ્વારા આ મામલે રૂ.37810નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે દરોડા સમયે હાજર નહીં મળેલાસિધ્ધરાજ ખાચર, રહે.ગોસળ વિરુધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
