સાયલા તાલુકામાં સ્થાનીક સ્વરાજના જંગનું રણશીંગુ ફૂંકાયા બાદ ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ દાવેદારો દ્વારા તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 81 તથા જિલ્લા પંચાયતની ચાર બેઠકો માટે 18 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણી સમયે રદ થયેલ ફોર્મ બાદ બુધવારે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ, આપ તેમજ અપક્ષ દાવેદારોમાંથી 7 પ્રતિસ્પર્ધીઓ એ મેદાન છોડી દેતા જિલ્લા પંચાયતની ચાર બેઠકો પર મુખ્ય ત્રણ રાષ્ટ્રીય પક્ષોના 12 મુરતિયાઓ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનું નક્કી થઈ ગયું હતું.

સાયલા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે દાવેદારી પરત ખેંચવાના દિવસે નિયત સમય સુધીમાં સાયલા 1 માંથી આમ આદમી પાર્ટી ના,વખતપર સીટ માંથી કોંગ્રેસ ના તેમજ સુદામડા 2 તથા ધમરાસળાની સીટ પરથી ત્રણ અપક્ષ ઉમેદવારો એ દાવેદારી પાછી ખેંચી હોવાનું તંત્રે જણાવ્યું હતું.જિલ્લા પંચાયત ની સુદામડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ સામે નશીબ અજમાવવા મેદાનમાં ઉતરેલા બે અપક્ષોએ પણ દાવેદારી પાછી ખેંચી લેતા ત્રિપાંખિયા જંગના મંડાણ થઇ ગયા હતા.તંત્ર દ્વારા દાવેદારી નોંધાવનાર જિલ્લા પંચાયત ના ચાર તેમજ તાલુકા પંચાયત ના 63 એમ કુલ 75 સભ્યો ને ચૂંટણી પ્રતીકો ફળવવા સાથે આગામી સમયમાં જરૂરી સંસાધનો તેમજ ન્યાયિક અને આદર્શ આચાર સંહિતા સાથે ચૂંટણી સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપવાની કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: